Sunday, March 8, 2026

હળવદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 130 જન્મજયંતી નિમિત્તે બાબાસાહેબની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)

હળવદ તાલુકા બહુજન સમાજ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ ડો.બાબા સાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતી નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ બાબા સાહેબને પ્રતીમાને પુષ્પાંજલિ આપીને જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી. “જય ભીમ બાબા સાહેબ અમર રહોના” નારા સાથે હળવદ બહુજન સમાજના આગેવાનો યુવાનો દ્વારા જુજ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ડો.બાબાસાહેબ આંબેડકરની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ હતી.

ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની તા.14 મી એપ્રિલ એ 130 મી જન્મ જયંતી નિમિત્તે હળવદના ટીકર રોડ ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર સકૅલ ખાતે બાબાસાહેબની પ્રતિમાને હળવદ તાલુકા બહુજન સમાજ દ્વારા આયોજિત સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બાબાસાહેબ આંબેડકરનાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી.

બહુજન સમાજના આગેવાનો યુવાનો દ્વારા “જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા” બાબાસાહેબ અમર રહો એવા નારા સાથે સમસ્ત બહુજન સમાજના આગેવાનો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ને ઉજવણી કરેલ હતી. આ પ્રસંગે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈપટેલ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, પાલિકા સદસ્ય દિનેશભાઈ મકવાણા, અશ્વીનભાઈ કણઝરીયા, પાલિકા પૂર્વ સદસ્ય મોહનભાઈ પરમાર શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે, વિશ્વ હિન્દુ પરિષદ સ્વયંસેવક દિલીપભાઈ સોની આરએસએસના સ્વયંસેવક રાજુભાઈ ચનીયારા સહિતના આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી. આ કાયૅક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, જે.એમ.પરમાર આને હળવદ બહુજન સમાજના આગેવાનો યુવાનોએ ભારે ‌જહેમત ઉઠવી હતી.

Related Articles

Total Website visit

1,595,089

TRENDING NOW