Friday, May 2, 2025

હળવદમાં ચેક રીર્ટનના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

હળવદના મહેરબાન એડી.ચીફ.જયુ.મેજી જજ આર. એમ કરોત્રાનો ચુકાદો. ફરીયાદ હકીકત એવી હતી કે. હળવદ ખાતે આવેલ કિષ્ના ઈન્ડસ્ટ્રીયલ એસટેટ તરીખે ઓળખાતી પ્લોટ નં : ૪૧ વાળી ધ્રાંગધ્રાં -માળીયા હાઈવે રોડ પર આવેલ રાધે શ્યામ પ્રોટીન્સ તરીખે ચાલતી પેઢીમાં ભાગીદારો તરીખે આ કામ ના ફરીયાદી મનીષભાઈ ઘનશ્યામભાઈ પટેલ તથા આરોપી અશોકભાઈ રતીલાલભાઈ પટેલ ઘંઘો કરતા હતા. જેમાં તેઓ કુથી પેદાશ તેમજ ધંઉં ના લોટનું ઉત્પાદન તથા ખરીદ-વેચાણ નો વ્યસાય કરતા હતા.

જે વ્યવ્સાય તારીખ:- ૧૪/૦૩/૧૫ ના રોજ શરૂ કરવા માં આવેલ હતો.જે બાદ ધંધો ખુબ ચાલતો હતો અને આ કામના આરોપી એ ફરીયાદી ને નફા પેટે ના રૂપીયા ૭૫,૦૦,૦૦૦/- પંચોતેર લાખ પુરા. ચુકવવા ના હોય જેથી તે મતલબ નો ચેક આરોપી દવારા ફરીયાદી ને આપવા મા આવેલ હતો. જે ફરીયાદી દવારા બેન્ક માં વટાવવા સારૂ આપતા ચેક વણચુકવ્યે પરત ફરેલ હતો અને આ કામ ના ફરીયાદી દવારા હળવદ ની કોર્ટ માં આરોપી વિરૂધ્ધ માં ” ધ નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટ ની કલમ – ૧૩૮” મુજબ ની ફરીયાદ કરેલ હતી. જેમા ફરીયાદી ના એડવોકેટ તરીખે ધ્રાંગધ્રા ના એડવોકેટ હિમાંશુ શાહ તથા આરોપી ના એડવોકેટ તરીખે સુખદેવસિંહ ઝાલા તથા વિશાલ રાવલ (એડવોકેટ) રોકાયા હતા.

અને સદર કેસ ચલાવેલ હતો.તેમજ સદર કેસમાં મોખીક પુરાવા તેમજ ૧૩ જેટલા દસ્તાવેજી પુરાવા તથા આરોપી તરફે ૩ મોખીક પુરાવા તથા ૨ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ તેમજ આરોપી નુ વિશેષ નિવેદન નોધી નામદાર કોર્ટ દવારા ચુકાદો ફરમાવવા માં આવેલ હતો. જેમા નામદાર કોર્ટ દવારા જણાવવા માં આવેલ તે મુજબ ફરીયાદી ને આરોપી દવારા ચેક કાયદેસર ના લેણા માટે આપેલ હોય તેવુ ફરીયાદી પુરવાર કરી શકેલ ન હોય જેથી આ કામ ના આરોપી અશોકભાઈ પટેલ ને નિદોષ છોડી મુકવા નો હુકમ કરવા માં આવેલ હતો.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW