મોરબી જીલ્લામાં કોરોનાનો હાહાકાર મચાવ્યો છે. ત્યારે હળવદમાં પણ કોરોનાના કેસો દિન-પ્રતિદિન ઝડપથી વધી રહ્યા છે. જેથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવવાના તકેદારીના ભાગરૂપે ગ્રામ્ય પંથકમાં આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને હળવદ અનાજ કરિયાણાના વેપારીઓએ બપોરે 2 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જે મુજબ તા. 12 થી 19 એપ્રિલ દરમ્યાન અનાજ કરીયાણાની દુકાનો માત્ર બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.