(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદના સુસવાવ ગામે સબ સેન્ટર એન્ડ વેલનેસમાં ૧૮ થી ૪૫ વયના લોકોને કોરોના રસી વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે સુસવાવ પંચાયતના સદસ્ય હરિચંદ્ર સિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ પટેલ, ch o સાહેબ, આયુર્વેદિક ડૉ.જયેશભાઇ પ્રાથમિક શાળા આચાર્ય મનસુખ ભાઈ કણજારીયા સતવારા સમાજના આગેવાનો નવઘણભાઈ કણઝરીયા ફિમેલ હેલ્થ વર્કર હીનાબેન સોનલબેન mpw વિપુલભાઈ હસમુખભાઈ આશાવર્કર હેતલબેન જાયદાબેન હાજર રહ્યા હતા.
ભારત ભરમાં કોરોના રસી વેક્સિન નો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુસવાવ ગામ ખાતે સબસેન્ટરમાં પારંભ કરવામાં આવ્યો હતો. પંચાયત સદસ્ય હરિચંદ્રસિંહ ઝાલા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું. સુસવાવ ગામ અને આજુબાજુના ગામ લોકો કોરોના રસીમાં આવરી લેવામાં આવશે. જેવા કે, કેદારીયા જુના ધનાળા રણજીતગઢ ઈશ્વર નગર શિવ નગર ઉમિયાનગર લોકો કોરોના રસીથી બાકાતના રહે તે માટે તકેદારી રાખી કાર્યક્રમ સફળ બનાવવામાં આવશે. વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરવું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાયત સદસ્ય હરિચંદ્ર સિંહ ઝાલા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.






