
(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)
હળવદ: પવિત્ર શ્રાવણ માસે બ્રહ્મ ભોજન ની જૂની પરંપરા હળવદ શરણેશ્વર મંદિરમાં જોવા મળે છે. જેમાં આખા વર્ષમાં પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું અનોખું મહત્વ છે. શ્રાવણ માસમાં શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે. અને ભક્તો દ્વારા શ્રાવણ માસમાં શિવજી ની પૂજા કરીને બ્રહ્મનોને જમાડવામાં આવે છે. ત્યારે શિવ ભક્તો શ્રાવણ માસ કરતા હોય ત્યારે તેઓ એક ટાઈમ ફરાળ કરે છે. અને એક ટાઈમ એકટાણું કરતા હોય છે. ત્યારે યજમાનો દ્વારા શરણેશ્વર મંદિર ખાતે ભંડારાનું આયોજન શ્રાવણમાસમાં કરવામાં આવે છે.

