Sunday, June 21, 2026

હળવદના રાયસંગપુર ગામના પિતા પુત્રને અગાઉ ચાલતા કોર્ટ કેસનો ખાર રાખી જાન થી મારી નાખવાની ધમકી.

Advertisement
Advertisement
Advertisement

હળવદના રાયસંગપુર ગામના પિતા પુત્રને અગાઉ ચાલતા કોર્ટ કેસનો ખાર રાખી જાન થી મારી નાખવાની ધમકી.

હળવદ તાલુકાના રાયસંગપુર ગામે વૃદ્ધના દિકરા જનકે અગાઉ આજથી દોઢેક વર્ષ પહેલાં એક શખ્સ વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ધમકીની અને તેની પાસે ખંડણી કરવાની પોલીસ ફરીયાદ કરેલી હોય અને આ બંને કેસ કોર્ટમાં ચાલું હોય જે બાબતનો ખાર રાખી શખ્સ હળવદના ધનાળા ગામે વૃદ્ધની વાડીએ જઈ વૃદ્ધને તથા તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર વૃદ્ધે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા ઘનશ્યામભાઈ સવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૯) એ આરોપી જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા રહે. કોંઢ ગામ તા. ધાંગધ્રા વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૪-૨૦૨૩ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા જનકે અગાઉ આજથી આશરે દોઢેક વર્ષ પહેલા આરોપી વિરુધ્ધ જાનથી મારી નાખવાની ધમકીની તથા તેની પાસે ખંડણી ઉઘરાવવાની પોલીસ ફરીયાદ કરેલ હોય અને આ બંને કેસ કોર્ટમાં ચાલતા હોય જે બાબતે ખાર રાખી આરોપી અલ્ટો ગાડી લઇ ફરીયાદીની વાડીએ આવી ફરીયાદી તથા ફરીયાદીના દિકરા જનકને જાનથી મારી નાખવાની ધમકી ફરીયાદીને આપી સ્થળ પરથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ઘનશ્યામભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ -૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,892

TRENDING NOW