હળવદ તાલુકાના મયાપુર ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પીને જીંદગી ટુંકાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે હળવદ હળવદ પોલીસે મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયાપુર ગામમાં નાનજીભાઈ શીવાભાઈ દલવાડીની વાડીમાં રહી મજુરી કામ કરતી અને મુળ મધ્યપ્રદેશની વતની રોમીલાબેન રૂપસિંગભાઈ બામણીયા (ઉ.વ.૨૪)એ ગઈકાલે તા.૨ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેનું મોંત નિપજ્યું હતું. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ રોમીલાબેનનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું જણાયું છે. આ અકસ્માતની બનાવની હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.