હળવદના ધણાંદ ગામે ખેતીની જમીન પચાવી પાડનાર 3 શખ્સો વિરુદ્ધ આ જમીનના મુળ માલીકે હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ કરામશીભાઈ દોરાળાએ આરોપીઓ મેલાભાઈ રણછોડભાઈ, ચેતનભાઈ રાણાભાઇ, પ્રવીણભાઈ રાણાભાઇ (રહે બધાં ધણાંદ ગામ. હળવદ) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, હળવદના ઘણાદ ગામે આવેલ ફરિયાદીની માલિકીની સર્વે નંબર ૧૬૫ વાળી જમીન ઉપર આરોપીઓએ અગાઉ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ જમીન પર આજદીન સુધી કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી. જેથી આ અંગે આ જમીનના મુળ માલીકે આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





