Tuesday, May 6, 2025

હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટરની ટોલી માંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઈડ કરતા હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા નજીક આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા ટ્રેક્ટર રજીસ્ટર નંબર -જીજે-૧૩-ઈઈ-૫૨૯૭ વાળાની ટોલી સહિત કિં રૂ. ૨,૭૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ.૮૪૦૦ તથા બીયર ટીન નંગ -૧૨ કિં રૂ.૧૨૦૦ મળી કુલ કિં રૂ.૯૬૦૦ તથા ટ્રેક્ટર ટ્રોલી સહિત કુલ કિં રૂ.૨,૭૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ડાયાભાઇ ગોપાલભાઈ પઢિયાર (ઉ.વ.૩૬) રહે. શિરોઈ તા. હળવદવાળાને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સુખેદવસિંહ ઉર્ફે એસ.પી.પથુભા ચાવડા રહે. કોયબા તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,783

TRENDING NOW