હળવદના ઢવાણ ગામે કેનાલના પાણી બાબતે પ્રૌઢને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી: હળવદ તાલુકાના ઢવાણ ગામે માઈનોર કેનાલનું પાણી ન આવવા દેતા પ્રૌઢને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનાર પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણ ગામે રહેતા કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા (ઉ.વ.૫૨) એ આરોપી ભુપતભાઇ ડાયાભાઇ રાઠોડ, રણજીતભાઇ ભુપતભાઇ રાઠોડ, મહિપતભાઈ ભુપતભાઇ રાઠોડ રહે ત્રણેય ઢવાણ ગામ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૦૧-૨૦૨૩ ના દસ સવા દસ વાગ્યાના સમયે આરોપીઓએ ફરીયાદીને અમારી વાડીમા માઇનોર કેનાલનુ પાણી કેમ આવવા દેતા નથી તેમ કહી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તેમજ આરોપી ભુપતભાઇએ તેના હાથમાનો લોખંડનો પાઇપ વતી ફરીયાદીના જમણા કાને મારી તેમજ આરોપી રણજીતભાઈએ તથા મહિપતભાઈએ સાહેદ ફરીયાદીના દિકરા દિવ્યરાજસિંહને ઢીકાપાટુ તથા લાકડી વતી મારી પગે મુઢ ઇજા કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે કાલીકાકુમારે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.