હળવદના ચુપણી ગામની સીમમા જુગાર રમતા પાંચ ઝડપાયા
બનાવની મળતી માહિતી અનુસાર હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે ચુપણી ગામની કાળા ખડા નામે ઓળખાતી સીમમાં રઘુભાઇ કમાભાઇ કોળીની વાડીના શેઢે લાઇટના અજવાળે જાહેરમાં ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા હોય તે દરમ્યાન પોલીસ રેડ કરતા
(૧) વિરમભાઇ જાદવજીભાઇ સારદીયા રહે ગામ ચુપણી તા.હળવદ
(૨) રમેશભાઇ જશાભાઇ પાટડીયા રહે ગામ ચુપણી તા.હળવદ જી.મોરબી
(૩) પરસોતમભાઇ મગનભાઇ મકવાણા રહે ગામ ચુપણી તા.હળવદ જી.મોરબી
(૪) હિરાભાઇ દેવશીભાઇ કારેલીયા રહે ગામ ચુપણી તા.હળવદ જી.મોરબી
(૫) શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરા રહે ગામ ચુપણી તા.હળવદ જી.મોરબી
રોકડા રૂા.૩૨૨૦૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવતા જુગાર ધારા એક્ટ મુજબ હળવદ તાલુકા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે





