(રિપોર્ટ : ભવિશ જોષી:- હળવદ) : કથાના વક્તા પૂભક્તિનંદન સ્વામી દ્વારા ભક્તો ને હરી માર્ગે કઈ રીતે ચાલવું તે સમજવામાં આવ્યું. રામાયણ મહાભારતના અનેક વ્યાખ્યાનો દ્વારા ભક્તો ને કથા નું રસપાન કરાવામાં આવ્યું.

કથાના ત્રીજા દિવસે સ્વામીશ્રી અને આયોજકોના આમંત્રણને માન આપી રાજ્યના પંચાયત ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મરજા અને હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા કથામાં ઉપસ્થિત રહ્યા હતા.
કથાના ત્રીજા દિવસે મુખ્ય યજમાન જશુભાઇ પટેલના આમંત્રણને માન આપી ક્ષત્રિય અગ્રણી ધીરુભા ઝાલા,પૂર્વતલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,તાલુકા ભાજપ વાસુભાઇ,શહેર ભાજપ કેતન ભાઈ,એપી એમ સી ચેરમેન રણછોડભાઈ, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, યુવા મહા મંત્રી તપન દવે નગેપલિકા સદસ્ય ધર્મેશભાઈ જોષી, રમેશભાઇ ભગત તમામ પદાધિકારીઓ હજાર રહ્યા હતા.
સપ્તાહના સમય દરમિયાન વક્તા ભક્તિનંદન સ્વામી દ્વારા દરેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.