Saturday, May 3, 2025

હળવદ શહેરમાં શેરીમાંથી પસાર થતી યુવતીની એકલતાનો લાભ લઇ બે શખ્શોએ લાજ લેવાનો પ્રયાસ કર્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેરમાં શેરીમાંથી પસાર થતી યુવતીની એકલતાનો લાભ લઇ બે શખ્શોએ લાજ લેવાનો પ્રયાસ કર્યો.

હળવદ શહેરમાં શેરીમાં એકલી પસાર થતી યુવતીની એકલતાનો લાભ લઇ બે શખ્સોએ યુવતીનો હાથ પકડી લાજ લેવા પ્રયાસ કરતા યુવતીએ દેકારો કરતા બચાવવા આવેલ ભાઈને બન્ને શખ્સોએ ધોકો ફટકારી યુવતી ઉપર પણ હુમલો કરતા બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા નઝમાબેન યુસુબભાઈ સિપાઈ શેરીમાં એકલા પસાર થતા હતા ત્યારે તેમની એકલતાનો લાભ લઇ બાઈક લઈને નીકળેલા ભવાનીનગરમાં જ રહેતા આરોપી અસબાઝ મયુદીન ફકીર અને અકબર ઉર્ફે કાળો સરફરાજભાઈ માણેકીયાએ નઝમાબેનનો હાથ પકડી લાજ લૂંટવા પ્રયાસ કરતા નઝમાબેને દેકારો કરતા તેમના ભાઈ સદામ બનાવ સ્થળે આવી ગયો હતો. જો કે, લાજવાને બદલે ગાજેલા બન્ને આરોપીઓએ નઝમાબેનના ભાઈ સદામને બાઈકમાંથી ધોકો કાઢી ગાલ ઉપર ફટકારી દઈ આડેધડ માર મારી નઝમાબેનને પણ ઢીકા પાટુનો માર મારી છાતીના ભાગે ઇજાઓ પહોંચાડી હતી.

આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર નઝમાબેને આરોપી અસબાઝ મયુદીન ફકીર અને અકબર ઉર્ફે કાળો સરફરાજભાઈ માણેકીયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 354 (એ), 504, 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,725

TRENDING NOW