Sunday, May 4, 2025

હળવદ શહેર ભાજપ દ્વારા ડો.શ્યામપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)

હળવદ શહેર ભાજપ દ્વારા મહાપુરુષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સરાનાકા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે ઔષધિય રોપ એવા ગુણકારી તુલસીના રોપનું નિઃશુલ્ક વિતરણ કરી અને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પૂરું જીવન રાષ્ટ્ર ને સમર્પિત કર્યું હતું. અને એક “દેશ મેં દો નિશાન ઔર દો વિધાન નહિ ચલેગા” ના નારા સાથે કલમ 370 નો વિરોધ કર્યો હતો. અને કશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. ત્યારે તેમને જેલવાસની સજા કરવામાં આવી હતી. અને ત્યાં જેલમાં જ રહસ્યમય મોત થયું હતું. અને રાષ્ટ્ર માટે પોતાના જીવની આહુતિ આપી હતી. ત્યારે મહામાનવ એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને હળવદ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અને તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરી સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં ભાજપના પીઢ અગ્રણી બીપીનભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ, દાદભાઈ ડાંગર, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, અશ્વિનભાઈ કણઝરિયા , ધર્મેશભાઈ જોશી, નાગરભાઈ દલવાડી સહિત શહેર ભાજપના હોદેદારો નગરપાલિકાના સભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ પટેલ , રવિભાઈ પટેલ, શિવાભાઈ દલવાડી સહિત યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,737

TRENDING NOW