Tuesday, March 10, 2026

હળવદ રોટરી ક્લબ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી – હળવદ )
હળવદ: રોટરી ક્લબ હળવદ દ્વારા અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે અને દિવસેને દિવસે રોટરી ક્લબ હળવદ આ બધા  પ્રોજેક્ટોને સફળ બનાવવા ખુબજ કાર્યરત રહી સફળતાના શિખરો સર કરે છે. આ સંસ્થા દ્વારા અનેક પ્રજા લક્ષી પ્રોજેક્ટો કરવામાં આવે છે જે પ્રજા માટે હિતકારી હોય રોટરી હળવદ દ્વારા અન્નપૂર્ણા રથ કે જેમાં ગરીબોને ભોજન આપવામાં આવે છે.

તેમજ અનેક જગ્યાએ પાણીના પરબની સેવા તેમજ હળવદની તેમજ હળવદના ગામડાઓની પ્રજા માટે રોટરી ક્લિનિક, રોટરી મેડિકલ, દ્વારા દર્દીઓ માટે નજીવી ટોકન ફી રૂપે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યારે આજ રોજ હળવદ રોટરી ક્લબને દાતા  મતિ દક્ષાબેન (દ્રવીણાબેન) મધુસુદન મહેતા હળવદ (હાલ – અમદાવાદ)દ્વારા
સંપુર્ણ સુવિધાથી સજ્જ ઓક્સિજનની સુવિધા સાથેની એમ્બ્યુલન્સ રોટરી ક્લબને દાનમાં આપવામાં આવી છે.

જેથી હળવદ રોટરી ક્લબ દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોરબી જીલ્લા અધિક્ષક ( SP )સુબોધ ઓડેદરા સાહેબ Dysp રાધિકા ભારાઈ રોટરી પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા નરભેરામ ભાઈ અઘારા,વિજયભાઈ જાની,સની ત્રિવેદી,કલ્પેશ દવે,અજ્જુભાઈ ,યશ રાણા ,નરેશભાઈ રાવલ શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી મંડળ, દાતા  મધુસૂદન નાનાલાલ મહેતા રોટરી ક્લબના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,213

TRENDING NOW