હળવદ :- રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓને માર મારવાંના કેસના તોહમતદાર નિર્દોષ છૂટયા.
તારીખ :- ૦૨/૦૨/૨૦૧૬ ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓ પર હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાયો હતી. ત્યારે આ ફરિયાદમાં (૧) રમેશભાઈ પટેલ (૨) વાસુદેવભાઇ થડોદા (૩) જગાભાઈ થડોદા (૪) ચંદ્રકાંતભાઈ વામજા પર કેસ ચલાવવામાં આવ્યો હતો.
બનાવની માહિતી મુજબ તારીખ ૧/૧/૨૦૧૬ ના રોજ આ કામના ફરિયાદી તેમજ તેમની ટીમ રણમલપુર ગામે વીજ ચેકિંગમાં ગયા હોય. ત્યારે રણમલપુરના રહેવાસીઓ દ્વારા તેમના પર તેમજ તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેમના વાહનોને પણ નુક્સાન કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાવી હતી. બાદ પોલીસ દ્વારા ઉપરોક્ત દર્શાવેલ તમામની ધરપકડ કરી હતી કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખી તેમજ તેમનું ઊંડાણ પૂર્વક અધ્યયન કરી ઉપરોક્ત દર્શાવેલ તમામ વ્યક્તિઓને તમામ આરોપો માંથી મુક્ત કરી છોડી મૂકવા આદેશ કર્યો છે.