હળવદ – માળીયા હાઇવે પર મોરબી. ચોકડી પાસે નાસતો કરીને ઘરે જઈ રહેલા બે સગીરને ટ્રક ચાલકે હડફેટે લીધા.
હળવદ – માળીયા હાઇવે ઉપર મોરબી ચોકડી પાસે નાસ્તો કરીને પરત ઘરે જઈ રહેલા બે સગીરને ટ્રક ચાલકે હડફેટે લઈ દૂર સુધી ઢસડી જતા એક સગીરનું મૃત્યુ નીપજ્યું હતું જયારે બીજા સગીરને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદન ગિરનારીનગરમાં રહેતો નિરવ હિતેષભાઇ પઢાર અને તેનો મિત્ર ક્રિશ સુરેશભાઈ ચૌહાણ ગત તા.28ની રાત્રીના ક્રિશના બાઇકમાં બેસી નાસ્તો કરવા ગયા બાદ ઘેર પરત આવતા હતા ત્યારે મોરબી ચોકડી નજીક GJ-12-AT-7777 નંબરના ટ્રક ચાલકે બન્નેને હડફેટે લઈ દૂર સુધી ઢસડી જતા આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા નિરવ હિતેષભાઇ પઢાર ઉ.17નું મૃત્યુ નીપજ્યું હતું. જયારે ક્રિશ સુરેશભાઈ ચૌહાણને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે મૃતક નીરવનાં પિતા હિતેષભાઇ મનસુખભાઇ પઢારે હળવદ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.





