હળવદ: કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દર્દીઓને સારવાર માટે પણ અછત ઉભી થય છે. જેને પગલે હળવદમાં દર્દીઓને ઓક્સિજનની અછતના સર્જાઈ તે માટે બજંરગ ગ્રુપે દ્વારા દર્દીઓને ઓક્સિજન નિઃશુલ્ક પુરો પાડવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં હળવદમાં ઓક્સિજનની જરૂર છે. તેવા દર્દીઓને બજરંગ ગ્રુપ હળવદ દ્વારા ઓક્સિજનના બાટલા ઉપલબ્ધ કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં દાતાઓના સાથ અને સહકારથી 1.3 kg ઓક્સિજનના બાટલા અત્યારે મળી રહ્યા છે. જે ઓક્સિજનની જરૂર છે. તેવા ફક્તને ફક્ત હળવદ તાલુકાના દર્દીઓને આપવામાં આવશે.
જેમાં દર્દીએ ઓક્સિજનની જરૂર છે, તેવું ડોકટર લેખિત આપવાનું રહેશે. અને આધાર કાર્ડ આપવાનું રહેશે. અને જરૂરિયાત પૂરી થયે એક મિનિટનો વિલંબ કર્યા વિના પરત ઓક્સિજનનું સિલિન્ડર દર્દીના સગાએ નિયત સ્થળે પરત પહોંચાડવાનું રહેશે. જરૂર પુરી થયે તુરંત સિલિન્ડર પરત પહોંચાડવાના રહેશે અને હાજર સ્ટોકમાં હશે ત્યાં સુધી સિલિન્ડર આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે યોગેશભાઈ ઝાલોરીયા મો. 84601 00045, રાજુભાઇ પટેલ (આર.વી ઓટો) મો. 97269 22234 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.