હળવદ નજીક પાણીનું ટેન્કર દીવાલ સાથે અથડાતા અકસ્માત, મહિલાનું મોત.
હળવદમાં પાણી ભરેલ ટેન્કરને ટેન્કર દીવાલ સાથે અથડાયું હતું. જેને પગલે દીવાલ અને ધાબું બંને તૂટી ગયા હતા અને દિવાલ પાછળ નિંદ્રાધીન મહિલા પર સમગ્ર કાટમાળ પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની આસપાસ સુઈ રહેલા અન્ય બાળક સહિતના પરિજનોનો આશ્ચર્યજનક રીતે આબાદ બચાવ થયો હતો. આ મામલે હળવદ પોલીસે નોધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ ગત રાત્રિના હળવદ હાઇવે પર આવેલ કુમાર પરાઠા હાઉસની બાજુમાં રાધાકૃષ્ણ સિમેન્ટના ગોડાઉનમાં રહેતા અને કડિયા કામ કરતાં મૂળ મધ્યપ્રદેશનો આદિવાસી પરિવાર નિંદ્રાધીન હતો. એ સમયે ગોડાઉનની બાજુની દીવાલ પાછળ આવેલ પાણી ભરેલ ટેન્કરને તેના ડ્રાઇવર આવ્યો હતો અને હેન્ડબ્રેક માર્યા વગર પાણી ભરી રહ્યો હતો પાણી ભરાઈ જતા ટેન્કર પાછળ જતા જેને પગલે ગોડાઉનની દિવાલ અને ધાબુ બંને પડી ગયા હતા અને ત્યાં જ નીચે નિદ્રાધીન નેતાબેન જોગાભાઈ આદિવાસી ઉ.વ.૪૮ નામની મહિલા પર આ કાટમાળ પડ્યો હતો. નોંધનીય છે કે આ દુર્ઘટના સમયે તેના બાળક સહિતના પરિવારના અન્ય નવ જેટલા સભ્યો પણ આસપાસ સુતા હતા પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને કાટમાળમાંથી મહિલાને બહાર કાઢવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યાનો સામે આવ્યું હતું. આ મામલે પોલીસે નોધ કરી જેની વધુ તપાસ પોલીસ કર્મીએ જે.કે.ઝાલા ચલાવી રહ્યા છે.