હળવદ નગરપાલિકા દ્વારા જુનાબકી વેરા તેમજ જે લોકો ઘણા સમયથી પાણી નો વપરાશ કરે છે. પરંતુ વેરા ભરતા નથી અને જે લોકો ને કનેક્શન હોવા છતાં પાલિકામાં નોંધાવેલ ના હોય તેવા કનેક્શન ને રેગ્યુ લાઈઝ કરવા તેમજ નળ કનેક્શન કાપવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ તકે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા કર્મચારીઓની એક મીટીંગ બોલવામાં આવી હતી. અને કર્મચારીઓને કડક કાર્યવાહી કરવા માટેના આદેશ અપાયા હતા. અને નગરપાલિકા તમારે દ્વાર સૂત્રને કર્મચારીઓ દ્વારા સાર્થક કરી બતાવવામાં આવ્યું હતું અને નગર પાલિકાએ વોર્ડમાં જઈને આ કામગીરી હાથ ધરી હતી. આ તકે નગરપાલિકા ક્લાર્ક હરીશભાઇ જે રાવલ, ભવિસભાઈ જોષી, વિશાલભાઈ પંચોલી, મેહુલ રાવલ, કુલદીપ બવરવા તેમજ તેઓ. દ્વારા વોર્ડ નં.૪ના અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરવી તેમજ તે ટીમો દ્વારા બિલ વહેચણી અને નળ કનેક્શન ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી.
