(અહેવાલ – ભવિષ જોષી – હળવદ )
હળવદ: હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી જેમાં અગાઉ ૧૧૧ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને ફોર્મ ચકાસણી કરાઈ હતી.જેમાં પસંદગી પામેલ ૧૩ લોકોને આજ રોજ હળવદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ મોરબી જિલ્લા મહામંત્રી રણછોડ ભાઈ દલવાડી કારોબારી ચેરમેન અશ્વિનભાઈ કણઝરિયા,પાલિકા સભ્ય કમલેશ ભાઈ દલવાડી,નાગરભાઈ દલવાડી,અજયભાઈ,અનિલભાઈ મિસ્ત્રી જેઓ હાજર રહ્યા હતા.તેઓ દ્વારા ૧૩ સફાઈ કર્મચારીઓને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા હતા.