હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ થી સરંભળા ગામ જવાના રસ્તે કેનાલ પાસે વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો.
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની થી સરંભડા ગામ જવાના રસ્તે કેનાલ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને સંયુક્તમા બાતમી મળેલ કે સુંદરીભવાની ગામની થી સરંભડા ગામ જવાના રસ્તે આરોપી સુરેશભાઈ ભાવસિંગ વાસણે (ઉ.વ.૧૯) રહે. ચરાડવા વાડી વિસ્તાર ચરાડવા ગામ તા. હળવદ વાળાએ પોતાના મોટરસાયકલ સી.બી. સાઈન રજીસ્ટર નંબર- GJ-6F-G-5599 વાળા પર ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવાના ઈરાદે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૯૦૦૦ તથા મોટરસાયકલ સી.બી. સાઈન કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૯૦૦૦નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સુરેશભાઈ ભાવસિંગ વાસણે (ઉ.વ.૧૯) રહે. ચરાડવા વાડી વિસ્તાર ચરાડવા ગામ તા. હળવદ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.