(અહેવાલ: ભવિષ જોષી-હળવદ)
હળવદ: 5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ દિવસ આખા દેશમાં ઉજવાય છે. પરંતુ સાર્થક કરી બતાવનાર ગુજરાતની ટોપ-૫ શાળાઓમાં હળવદ તાલુકાના મેરૂપરની પ્રાથમિક શાળાએ ટોપ-૫માં સ્થાન મેળવી મોરબી જિલ્લા તથા હળવદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં આઈ આઇ ટી દ્વારા ગ્રીન ગાર્ડન ધરાવતી શાળાઓના ફોટોસ માંગવામાં આવ્યા હતા કે જે શાળાઓમાં ગ્રીન ગાર્ડન હોય અને જ્યાં હરિયાળું દ્રશ્ય કાયમ માટે પ્રક્રુતિનું સોંદર્ય વધારતું હોય તેવી શાળાઓના આઇ આઇ ટી દ્વારા ફોટોસ માંગવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતભરમાં અનેક સ્કૂલોએ ભાગ લીધો હતો. જેમાં ગ્રીન ગાર્ડન ધરાવતી ૫ સ્કૂલો સ્થાન પામી હતી. ત્યારે ૫- શાળાઓમાં હળવદ મેરૂપર ગામની પે સેન્ટર શાળાએ ટોપ -૫માં સ્થાન મેળવી ગુજરાતનું તો ખરા પણ મોરબી જીલ્લા અને હળવદ તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે.

