Wednesday, June 24, 2026

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જુગાર રમતા છ ઝડપાયા,પાંચ ફરાર.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જુગાર રમતા છ ઝડપાયા,પાંચ ફરાર.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર બહાર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડયો હોઈ ત્યારે સ્થળ પરથી પોલીસને જુગાર રમતા ૧૧ જેટલા પત્તા પ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે પોલીસને જોઈ તેમાંથી પાંચ જેટલા પત્તા પ્રેમીઓ નાશી છૂટ્યા હતા ત્યારે તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત અન્ય છ વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર બહાર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી આરોપી ડાયાભાઇ વેરસીભાઇ વિઠલાપરા, મનસુખભાઇ સોમાભાઇ મારવણીયા, માત્રાભાઇ માધાભાઇ ભુંડીયા, રસીકભાઇ કુકાભાઇ વિઠલાપરા, કુકાભાઇ સોમાભાઇ દલસાણીયા અને વિજયભાઇ ઉર્ફે કાળુ શાંતીલાલ મારવણીયાને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કર્યા હતા. જો કે દરોડા દરમિયાન આરોપી રતીભાઇ ભાનુભાઇ આકરીયા, ભોજાભાઇ વજાભાઇ આકરીયા, ભાવેશભાઇ વસ્તાભાઇ વિઠલાપરા, રાજેશભાઇ પ્રેમજીભાઇ ઇંદરીયા અને ગોપાલભાઇ ગોરધનભાઇ કુકાવાવા નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,241

TRENDING NOW