હળવદ: હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે યુવતી એ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનાં ગલ્લા પલવી ગામનાં રહેવાસી ૨૨ વર્ષીય રમીલાબેન રમેશભાઈ સોલંકી (હાલ રહે. ઈશ્વર નગર ગામે હરજીભાઈ મગનભાઈ કૈલાની વાડીમાં.) ગઈકાલે સવારે સાડા દશ વાગ્યાનાં અરસામાં વાડીએ ઓરડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઇ લેતા સારવાર અર્થે હળવદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે સ્ટેશનમાં નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.