હરીપર કેરાળા ગામના રોડ પર આવેલ એક પેપર મિલના કારખાનામાં કામ કરતી વેળાએ પગ લપસી જતાં મશીનમાં આવી જતા ૨૩ વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રોડ પર આવેલ એરીડોન પેપર મીલમાં રહેતા નારણભાઈ કૈલાશભાઈ ગામદ (ઉ.વ.૨૩) ગત તા. ૧૬-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે એરીડોન પેપર મીલમાં કામ કરતા હોઈ ત્યારે કોઈ પણ કારણસર તેનો પગ લપસી જતાં પેપર મીલની મસીનરીમા આવી જતા નારણભાઈ કૈલાશભાઈ ગામદનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





