Saturday, March 7, 2026

હજારો કરોડનો મહાકોભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા વડોદરા ~મોરબી પોલીસ પકડમાંથી ભાગ્યો કે ભગાડ્યો…ગોઠવણ .com થી મીડિયા જગતમાં ખળભળાટ..!

Advertisement
Advertisement
Advertisement

હજારો કરોડનો મહાકોભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા વડોદરા ~મોરબી પોલીસ પકડમાંથી ભાગ્યો કે ભગાડ્યો…ગોઠવણ .com થી મીડિયા જગતમાં ખળભળાટ..!

સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કોભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે ફરિયાદીની મહેનત થી હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
સોશિયલ મીડિયા માં સરકાર ની કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહી આવેએવી ચર્ચા થી મજાક ઉડાવાઈ રહી છે

કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ ૨૦૧૮ માં ગુનો દાખલ કરેલ , ભાજપ સરકાર નું અત્યાર સુધીમાં મોટામાં મોટું કોભાંડ છે
જેમાં હજારો કરોડ નું ભ્રષ્ટાચાર માં ૧૫૦ થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો પરંતુ આ કનૈયાલાલ દેત્રોજા વિરુદ્ધ ACB એ આજ દિન સુધી ચાર્જશીટ બનાવી નથી જેમાં પણ ભ્રષ્ટાચાર કરી રાજ્યભર માં અનેક જગ્યાએ અન્ય ના નામે મિલકતો વસાવી છે તેના સગા સબંધીના નામે ૭૦ હેક્ટર થી વધુ જમીનો ખરીદી છે

૫૫ થી વધુ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસની તપાસ ચાલુ કર્યાબાદ ACB દ્વારા GLDC ની વિવિધ યોજનાઓ માં થતી ગેરરીતિ ઉપર દરોડા પાડ્યા હતા જ્યાં લાખોની રોકડ કનૈયાલાલ દેત્રોજાની ઓફિસ માંથી મળી આવી હતી જેને પગલે આ કેસમાં ED દ્વારા પણ PMLA હેઠળ ગુનો દાખલ કરાયો હતો જેના ૭ વર્ષ બાદ પણ ACB દ્વારા ચાર્જશીટ રજૂ કરાય નથી જેથી ACB ની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે

આ કનૈયાલાલ દેત્રોજા અને તેના સગાસંબંધી અને RDC બેંક મેનેજર દિલીપ વડાવિયા વગેરે મળી મોરબીના ખેડૂતની જમીન પચાવી પાડવા અને ખોટી અવેજ બેંકખાતા મા દેખાડવા બનાવતી સહીઓ કરી ચેકબુક મેળવી કરોડોના ટ્રાન્જેક્શન કર્યા હતા જેમાં ખેડૂતે મોરબી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ ન લેતા નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરેલ,

જેમાં આરોપી નંબર (૨) વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજાના UPSC વિદ્યાર્થી હોવાની વાતો રજૂ કરી કોર્ટ માંથી જામીન મેળવી લીધા જેમાં કોર્ટે દ્વારા શરતો અધીન જમીન મંજૂર કરેલ કે મોરબી બહાર નહીં જવાનું પરતુ વડોદરા ની ગોરવા પોલીસ દ્વારા કનૈયાલાલ દેત્રોજાની વડોદરા ની હોટલ ઇન્ડિયન સુગર પીસ ખાતે થી ધરપકડ કરી તે વખતે તેનો દીકરો જે આગોતરા જમીન પર બહાર છે તે પણ હાજર હતો મોરબી પોલીસ તેના જામીન રદ કરવાની કાર્યવાહીના ગાણા ગાઈ રહી છે જે કરશે કે નહીં એના પર પણ મોટા સવાલો ઊભા થયા છે

કોર્ટ ગુનો નોંધવાનો આદેશ કરે તે પેલા ફરિયાદી નું કોઈ અજાણ્યા વાહન હેઠળ એક્સિડન્ટ થયું હતું જેમાં ફરિયાદી ને માથામાં ૨૧ થી વધુ ટાકા આવ્યા હતા પરંતુ પોલીસ આ બાબતે પણ ભીનું સંકેલી લીધું હતું , હાલ ચર્ચા આવી પણ ચાલી રહી છે કે આ એક્સિડન્ટ નહીં પણ હત્યા માટે નો પ્રયાસ હતો જેનું ઘેરું રહસ્ય હજી પણ ઘૂંટાઈ રહ્યું છે

વડોદરા ની ગોરવા પોલીસ આરોપી કનૈયાલાલ ની ધરપકડ ૧૨ :૩૫ વાગ્યે કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાંના ડી સ્ટાફના જમાદાર ધર્મેન્દ્રસિંહ દ્વારા મોરબી પોલીસ ને આરોપીનો કબજો લેવાં માટે ટેલિફોનીક જાણ કરી વર્ધી આપી હતી જેથી મોરબી પોલીસ ૩:૧૫ ના વર્ધી લઈ ને આરોપીનો કબજો લેવા મોરબી થી રવાની થઈ હતી

મોરબી પોલીસ વડોદરા પહોંચે તે પહેલા જ આરોપી કનૈયાલાલ દેત્રોજા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયેલ જેથી પોલીસ ઉપર અનેક ગંભીર સવાલો ઉભા થયા આ આખા કાંડ થી મીડિયા જગતમાં ઘેરપ્રત્યાઘાત પડ્યા જેમાં પોલીસ ની ગોઠવણ. કોમ હોવાની ચર્ચા એ જોર પકડ્યું હાલ મોરબી પોલીસ ભીનુસંકેલવા ગોરવા પોલીસ સ્ટેશન ના CCTV તાપસી રહી હોવાનો ડોળ કરી રહી છે

પોલીસ પાસે કોભાંડ સમયના CCTV ફૂટેજ હોવા છતાં આજ દિન સુધી આરોપીની ઓળખ કરાઈ નથી તથા મોરબી પોલીસ સ્ટેશનમાં થી ફકત ૫૦૦ મીટરે આરોપીઓ ખુલ્લા માં ફરતા હોવા છતાં પોલીસ દ્વારા જાણી જોઈને કોઈ કામગીરી કરી નથી અને ફરિયાદી એ અવારનવાર કંટ્રોલ અને તપાસ અધિકારીને જાણ કરવા છતાં PSI ગોહિલ દ્વારા આરોપીને બચવાની કોશિસ કરી એવા આક્ષેપ ફરિયાદી એ કર્યા હતા

નામદાર કોર્ટ દ્વારા બે વર્ષબાદ સમગ્ર સિદ્ધાંત પૂરવા, CCTV , RDC બેંકનું કાબુલનામું , FSL જેવા પૂરવા થી કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હોવા છતાં આજ દિન સુધી એક પણ આરોપી ની અટક કરી નથી જેમાં કોર્ટમાં આરોપી અને પોલીસ વેવાઈ વાટેલા હોય એવી રીતે જોવા મળતા ફરિયાદી એ તપાસ અધિકારી ની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા
જો કોર્ટ ખુદ ફરિયાદી હોય તો પણ પોલીસ નું પાણી ન હાલતું હોય તો સામાન્ય અરજી માં લોકોને ન્યાય કઇ રીતે મળે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે

મોરબી પોલીસ માખી વિનાનું મધ છાંટવા જતા હવે આ કાંડ થતા જ પોલીસ અન્ય આરોપીને ડોબરમેન ની જેમ શોધી રહી છે
મોરબી માં કિંમતી જમીન કૌભાંડની તપાસ મા પોલીસ ને મોતિયો આવી જાય છે એવી લોક ચર્ચા ચાલી રહી છે

Related Articles

Total Website visit

1,595,074

TRENDING NOW