સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવેલ પત્રકારત્વ ભવનની સુવર્ણ જયંતી નિમિત્તે એલ્યુમનીનું આયોજન.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સટી સ્થિત શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને જયારે ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભવનના એલ્યુમની એસોસિએશન દ્વારા આગામી તા. ૧૯ ફેબ્રુઆરીને રવિવારના રોજ એલ્યુમની મીટ – ૨૦૨૩ યોજાવા જઈ રહી છે. જેમાં ત્રણ જનરેશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થઈ અમૃત કાળના સંસ્મરણો વાગોળશે.
પત્રકારત્વ ભવન ખાતે “નો જ્ઞાન ઓન્લી મસ્તી” ની થીમ સાથે સવારે ૧૦:૩૦ કલાકથી પ્રારંભ થનાર મીટમાં કરાઓકે સંગીત સપર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, પુસ્તક પરબ (કે જેમાં અનુપમ દોશી દ્વારા ૫૦૦ થી વધુ પુસ્તકો વિદ્યાર્થીઓના વાંચન અર્થે પ્રદર્શિત કરવામાં આવશે) વગેરેનું આયોજન કરાયું છે. આ સાથે સેલ્ફી પોઇન્ટ, સિગ્નેચર બોર્ડ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભવનમાંથી ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પત્રકરત્વ સહિતના વિવિધ ક્ષેત્રે પદાર્પિત થઈ તેમની આગવી પ્રતિભા ઝળકાવી રહ્યા છે. જેઓ મીટ દરમ્યાન એક છત્ર નીચે એકઠા મળી સંસ્મરણોનું આદાનપ્રદાન કરશે.
એલ્યુમની મીટમાં જોડાવા માટે bit.ly/3k31axH લિંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેના માટે વેબસાઈટ અથવા નિલય ઉપાધ્યાય મો. ૯૮૭૯૦૧૮૦૧૯, નિહીર પટેલ મો. ૯૮૭૯૦૪૯૭૧૭, રાજકુમાર મો. ૯૫૫૮૬૯૫૦૨૦ જયદીપ પંડ્યા (અમદાવાદ) મો.૯૭૨૭૪૯૪૬૬૪, રવિ મોટવાણી (મોરબી) મો. ૯૬૮૭૬૨૨૦૩૩ નો વોટ્સએપ પર સંપર્ક સાધી શકશે.
લોકશાહીમાં ચોથી જાગીરની ગંગોત્રી સમાન પત્રકારત્વના શિક્ષણ સાથે સંકળાયેલ ભવનની સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા મળી આ અવસરને યાદગાર બનાવે તેવી અપીલ અને શુભેચ્છા ભવનના હેડ ડો. નીતાબેન ઉદાણી, પત્રકારત્વ જગતના અગ્રણીઓ સર્વશ્રી કૌશિક મહેતા, કાના બાંટવા, ક્રિષ્નકાંત ઉનડકટ, જયેશ ઠકરાર, જવલંત છાયા, નિલેશ પંડ્યા, ડો. શિરીષ કાશિકર સહિતના ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પાઠવી છે.
થે સંકળાયેલ ભવનની સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા મળી આ અવસરને યાદગાર બનાવે તેવી અપીલ અને શુભેચ્છા ભવનના હેડ ડો. નીતાબેન ઉદાણી, પત્રકારત્વ જગતના અગ્રણીઓ સર્વશ્રી કૌશિક મહેતા, કાના બાંટવા, ક્રિષ્નકાંત ઉનડકટ, જયેશ ઠકરાર, જવલંત છાયા, નિલેશ પંડ્યા, ડો. શિરીષ કાશિકર સહિતના ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પાઠવી છે.





