જામ ખંભાળીયા
Ram jogani
સોનલ શતાબ્દી વર્ષ અંતર્ગત દ્વારકાધીશને 8 જાન્યુઆરી એ ધ્વજારોહણ,100ની સંખ્યામાં વિવિધ ઝાંખી રજૂ થશે
7 જાન્યુઆરી એ બારાડી ચારણ ગઢવી સમાજ દ્વારા કરાશે ભવ્ય સ્વાગત સામૈયા

ચારણોના ઇષ્ટ દેવી આઇશ્રી સોનલ માની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત ચારણ કુલગુરુ ભાગવતાચાર્ય શાસ્ત્રી કશ્યપ જોશી ની આગેવાનીમાં સમસ્ત ચારણ સમાજ દ્વારા દ્વારકાધીશને 8 જાન્યુઆરી ના 100ની સંખ્યામાં વિવિધ ઝાંખી રજૂ થશે અને વાજતે ગાજતે દ્વારકાધીશને ધ્વજાઆરોહણ કરશે આ તકે હજારોની સંખ્યામાં બારાડી, કચ્છ, રાજસ્થાન સહિત વિસ્તારોમાંથી ચારણો જોડાશે માંડવી તાલુકાના ચારણ કુલગુરુ ભાગવતાચાર્ય માંડવી તાલુકાના ચારણ કુલગુરુ શાસ્ત્રી કશ્યપ જોશી આશીર્વાદથી સોનલ જન્મ શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત ચતુર્થ અને અંતિમ સોપાન એટલે મોક્ષદાનીની દ્વારકા ખાતે 8 જાન્યુઆરીના ધ્વજારોહણ કરવામાં આવશે જેમાં100ની સંખ્યામાં વિવિધ ઝાંખી રજૂ થશે અને વાજતે ગાજતે દ્વારકાધીશને ધ્વજાઆરોહણ કરશે આ તકે હજારોની સંખ્યામાં બારાડી, કચ્છ, રાજસ્થાન સહિત વિસ્તારોમાંથી ચારણો જોડાશે
અવસરે ઐતિહાસિક શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ચારણો એકઠા થવાના છે. જેને લઈને દ્વારકા કૃષ્ણમય બની જશે. 4 જાન્યુઆરીના ભક્તો દ્વારકાથી ધ્વજા લઈને ધ્વજાનું પૂજન બેહ ગામના જુંગીવારા ધામ ત્યાંથી કામઈ ધામ અને ત્યાંથી મઢડા સોનલ ધામ ખાતેથી કરી ને કચ્છ જશે ત્યાં માંડવીના રતડીયા ભગવતીધામ, રાજડા ટેકરી, મોટા ભાડીયા, ભાવેશ્વર મહાદેવ, દેશલપર નિરંજન બાપુ સ્થાનકેથી ધ્વજા 100 ગાડીઓના શણગાર કરીને 7 જાન્યુઆરીના વાજતે ગાજતે પ્રસ્થાન કરશે અને અહી ચારણ ગઢવી સમાજ દ્વારા સામૈયાઓ કરી સ્વાગત,રાસ રમત નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ 8 જાન્યુઆરીના પૂજા વિધિ,મહાપ્રસાદ અને ઐતિહાસિક શોભાયાત્રા અને ધ્વજારોહણ કરાશે. 100ની સંખ્યામાં વિવિધ ઝાંખી રજૂ થશે મુન્દ્રાથી 100 શણગારેલી ગાડીથી પ્રસ્થાન થનારી શોભાયાત્રામાં 100 ગુલાબી રૂમાલ સાથે ચારણી પહેરવેશ ધારણ કરી ગોવાળીયા રાસ,, 100 ચારણ કન્યા હાથમાં શસ્ત્રો સાથે માતાજી સ્વરૂપ, 100 ભૂદેવો દેવતાના ગણવેશમાં, 100 યજમાન એકજ પરિવેશમાં, 100 કચ્છી ઢોલી, 100 કળશધારી માતાઓ, 100 શ્રીયત્ર પ્રતિષ્ઠા પૂજન સહિતની ઝાંખી રજૂ કરાશે. ચાર સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ થશે. સોનલ માતાની જન્મ શતાબ્દી 8 જાન્યુઆરીના પૂર્ણ થતી હોવાથી દ્વારકામાં મોક્ષદાની, તે પહેલાં યોજાયેલા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ, રામેશ્વર મહારુદ્ર યજ્ઞ, જગન્નાથ ઓરિસ્સામાં વિષ્ણુયાગમાં યજ્ઞ સાથે ચતુર્થ સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ થસે.
ફોટો સાથે છે