પ્રોજેક્ટ તુષ્ટિ, આઇ.સી. ડી.એસ. અને આરોગ્ય વિભાગ દ્વારા સુરજકરાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી આરોગ્ય અધિકારી સાહેબ, RBSKનાં ડો.ઇન્દુમતીબેન, મુખ્ય સેવિકાશ્રી નીરૂપાબેન, આઇ. સી. ડી.એસ.નાં કર્મચારીઓ, દ્વારકા તાલુકા મહીલા પ્રમુખ અનિતાબેન કાપડી, યુવા પ્રમુખ ગાભુભા ભઠડ,આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પ્રોજેક્ટ તુષ્ટિના બ્લોક કોર્ડીનેટર જિગીષા રાઠોડ, ફિલ્ડ ઓફિસર આશાભા ભઠ્ઠડ , ફીરોજ વાગડીયા,RBSK ટીમ, વૃદ્ધિ પ્રોજેક્ટ ટીમ હાજર રહી કાર્યક્રમને માર્ગદર્શન પુરૂ પાડેલ, આરોગ્ય કેમ્પમાં બાળરોગના નિષ્ણાત ડૉ. ભરત નંદાણીયા સાહેબ મારફતે કુપોષિત બાળક કુલ – ૮૩ બાળકોની આરોગ્ય તપાસ તથા પ્રોજેક્ટ તુષ્ટિ દ્વારા દવાઓનું વિતરણ કરવામાં આવેલ તેમજ આંગણવાડીમાંથી બાળકોને મળતા બાલશક્તિ પેકેટમાંથી અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું માર્ગદર્શન પૂરું પાડીને વ્યક્તિગત સંપરામર્શ દ્વારા આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવેલ, આમ વિવિધ કાર્યક્રમો કરી ” એક પગલું કુપોષણથી સૂપોષણ તરફ”








