સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ
દેવભૂમિ દ્વારકા આગામી દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૩૧-૧૨-૨૦૨૪ સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કલેકટર કચેરી અથવા પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી
અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી
વાહનોને તેમજ ઇમરજન્સી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.