Monday, May 5, 2025

સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિને સાર્થક કરતું વ્યક્તિત્વ ગઢવી સમાજનું ગૌરવ શીવરાજભાઈ ગેલવા

Advertisement
Advertisement
Advertisement

[02/01, 9:36 pm] +91 99130 51642: શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (નાયબ કલેકટરશ્રી)

યા દેવી સર્વ ભૂતેષુ વિધા રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

કોઈપણ સમાજના વિકાસની બે આધાર શિલાઓ છે. શિક્ષણ અને સંગઠન, શિક્ષણ વગર સમાજની પ્રગતિ શકય જ નથી. એટલે જ પ.પૂ. સોનલ મા કહેતા કે, “ચારણ સમાજના સંતાનોને ખૂબ ભણાવજો” આપણે તો માના સંતાન છીએ અને જો માંને માનતા હોઈએ તો શિક્ષણ અને સંસ્કારને મહત્વ આપવું જોઈએ.

માણસ પાસે રૂપ, યૌવન, અન્ય ગુણો ઉચ્ચકુળમાં જન્મ વગેરે બધું જ હોય, પરંતુ વિદ્યા ન હોય તો તે ગંધ રહિત કેસુડાના ફુલ જેવો જ, બહારથી રળિયામણો લાગે પરંતુ તેના અંત:કરણમાં શૂન્ય અવકાશ હોય. મનુષ્ય વિદ્યાથી શોભે છે. વિદ્યા જ માણસનું રૂપ, ખજાનો, યશ, સુખ, સમૃધ્ધિ, બાંધવ અને પરમ દેવતા છે. વિદ્યાને કારણે જ સાચું જ્ઞાન, તપ, દાન, સદાચારી, અને ધર્મ પાલનની સમજણ કેળવાય છે. ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ પંકિતમાં યુવાનીના જે ગુણો રજૂ થયા છે તેને સાર્થક કરતા નવા વિચારોથી ભરપુર, લોકો માટે કંઈક કરી છુટવાની જેમનામાં અદમ્ય ભાવના છે, “માત્ર ચારણ-ગઢવી સમાજનાં જ નહિ પરંતુ અન્ય સમાજના યુવાનો ના આદર્શ અને માર્ગદર્શક એવા શિવરાજભાઈ ગીલવા સાહેબ.

ગુજરાતના અનેક વિધ એવા સરકારી અધિકારીઓએ સરકારશ્રીના વિવિધ જુદા જુદા વિભાગોમાં જાહેર સાહસોમાં તથા જિલ્લાઓમાં રહીને પોતાની કાબેલીયત પુર્ણની સરકારી સર્વિસમાં મહત્વપૂર્ણની કામગીરીમાં અગ્રેસર રહીને સરકારની નીતિ – રીતીઓ માં મહત્વના લક્ષ્યાંકો સિધ્ધ કરીને સફળતાનું શ્રેય ગુજરાત સરકારશ્રીને તેવા અધિકારીઓ અપાવતા જ રહ્યા છે. તેવા ગુજરાતમાં અનેક વિધ અધિકારીઓ પોતાના હોદાની રૂએથી સમાજ અને સરકાર વચ્ચે સેતુરૂપ પુરવાર સાબીત થયા છે. આજે વાત કરવી છે કર્તવ્યનિષ્ઠ અને બાહોસ અને રાત – દિવસ વિકાસના માર્ગે કેડી કંડારીને એક આગવી સુજજ બુઝ અને સમજણથી ચાલનારા એવા મુળ કચ્છના શ્રી એસ.ડી.ગીલવાના નામથી જાણીતા અને આખાય જીવનની શરૂઆત જેમણે સાહસથી સંઘર્ષથી કરી હોય તેવા ઉત્સાહી અને નિડર શ્રી શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા સરકારી સર્વિસમાં ૨૦૧૧ માં શ્રી ગણેશ કરીને પોતાની અલગ આગવી પ્રતિભા ઉભી કરનાર કેટલાય લોકોમાંથી એક એવા અનોખા આદમી, અનોખા માણસતરીકે કચ્છને ગૌરવ અપાવ્યુ છે.

સરળ સ્વભાવ અને સાદગીમા માનતા એવા શિવરાજભાઈ ધનરાજભાઈ ગઢવી (ગીલવા) કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની છે. તા.૨૯/૦૭/૧૯૮૦ના જન્મ ધારણ કરીને માતા હિરબાઈ ધનરાજભાઈ ગીલવા અને પિતા ધનરાજભાઈ ગીલવા સાધારણ ચારણ ખેડૂત પરિવારમાંથી આવે છે. પ્રાથમિક શિક્ષણ પ્રતાપપુર પ્રા.શાળા, ત્યારબાદ આર.ડી.હાઈસ્કુલ, મુંદરા, ત્યારબાદ ધોરણ-૧૧ અને ૧૨ (સાયન્સ) શેઠ ખીમજી રામદાસ વિધાલય, માંડવી ખાતે અભ્યાસ કરેલ. ત્યારબાદ તોલાણી કોલેજ, આદિપુર અને લાલન કોલેજ, ભુજ ખાતે અભ્યાસ કરેલ. ત્યારબાદ શરૂઆતની કારકિર્દી વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટમાં પ્રો. કોર્ડીનેટરમાં ફરજો અદા કરેલ. ત્યારબાદ બે વર્ષ GPSC ની પરીક્ષામાં લાગી જઈને ગીલવા પરિવાર સાથે ચારણ સમાજનું ગૌરવ વધારવા દિવસ રાત એક કરીને ગુજરાત સરકારની ગૌરવશાળી પરીક્ષા પાસ કરી બતાવી. 2011 માં મામલતદાર તરીકે નિમણુંક થયેલ.પ્રોબેશન સમય વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકાનાં મામલતદાર તરીકે ફરજ બજાવેલ. ત્યારબાદ તેમની બદલી મામલતદાર ડીસા તરીકે થયેલ. ડીસાના મામલતદારશ્રી શિવરાજભાઈ ગીલવાએ નવી રીતે રક્ષાબંધન દિવસની ઉજવણી કરી હતી. ૨૦૧૩ નો ઓગસ્ટ મહિનો હતો. મામલતદાર ઓફિસ માંથી દશરથભાઈ ઝાલાનો ઈશ્વરભાઈ રાવળ ઉપર ફોન આવ્યો કે મામલતદાર ઓફિસે આવો. ઈશ્વરભાઈ રાવળને આશ્વર્ય થયુ. આજે તો રજાનો દિવસ છે. મોટાભાગના સરકારી અધિકારીઓ વતનમાં જાય તો કેટલાક તો ખાસ પોતાની બહેનના ઘરે જાય અથવા બહેન ભાઈને ત્યાં આવે. પણ આજે મામલતદાર ઓફિસ ચાલુ કેમ હશે ? ઈશ્વરભાઈ રાવળ બનાસકાંઠા જિલ્લામાં વિચરતી વિમુકિત જાતિની જાગૃતિ માટે અને તેમના ઉત્થાન માટે કામ કરે છે. તેઓ કકેરીએ આવ્યા, ગીલવા સાહેબે કહ્યુ કે, તમે જે અરજી કરી છે તેના અનુસંધાને આપણે તે પરિવારોની મુલાકાતે જવુ છે. ઈશ્વરભાઈ રાવળે વિચરતી જાતિના ૯૦ પરિવારોને રેશનકાર્ડ નથી મળ્યા તેવી અરજી કરેલી રેશનકાર્ડ સાવ ન હોય તેવું તો કેમ બને ? આ પરિવારો એટલા અજ્ઞાન છે કે તેમણે રેશનકાર્ડ માટે કોઈ કાર્યવાહી કયારેઉ કરી ન હતી. રેશનકાર્ડ માટે અરજી કરવી હોય તો ચુંટણીકાર્ડ જોઈએ. તેમની પાસે ચુંટણીકાર્ડ પણ નહી, ચુંટણીકાર્ડ મેળવવુ હોય તો જન્મ તારીખ અને રહેઠાણના આધાર પુરાવા જોઈએ અને રેશનકાર્ડ માગે. ગામે ગામ ફરતા, રઝળતા, જયા રોજી મઅળે ત્યા નિવાસ કરતા પરિવારોને રહેઠાણ કયાં હોઈ શકે ? આ બધા આધાર પુરાવા વગર રેશનકાર્ડ કેવી રીતે આપવું ? ગીલવા સાહેબની ભાવના સારી કે તેમને રેશનકાર્ડ આપવા પણ પુરાવો શુ ? એટલે તેમણે વિચાર્યુ કે નેવું પરિવારોની પ્રત્યક્ષ મુલાકાત લેવી અને પછી રેશનકાર્ડ વિશે નિર્ણય કરવો.સવારે આઠ વાગે મામલતદાર, પુરવઠા શાખાના નાયબ મામલતદાર એ.જે.પારધી અને કારકુન દશરથભાઈ ઝાલા , ઈશ્વરભાઈ સાથે રૂબરૂ ચકાસણી માટે નીકળ્યા. જ્યાં જગ્યા મળી, ત્યાં ઝુંપડા વાળીને રહેતા આ લોકોની દરિદ્રતા જોઈને ગીલવા સાહેબ ભાવનાથી ગદગદીત બની ગયા. ગીલવા સાહેબ કુટુંબના વડાને બોલાવીને પૂછ્યુ કે, કયારથી અહી રહો છો ?, ચુંટણી કાર્ડ કેમ કઢાવ્યુ નથી ? રેશનકાર્ડ છે કે નહી ? વગેરે પ્રશ્નો પુછેલ. જેને જેવા આવડયા તેવા જવાબો આપ્યા. આવા પરિવારો માટે સરકારી કલ્યાણકારી અનેક યોજનાઓ છે તે વિશેની માહિતી આપી અને તે માટેપોતે મદદ કરશે તેવી ખાત્રી આપી. તેમણે શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને ભણવા મુકવાનો પણ અનુરોધ કરેલ. રાવળ, બજાણિયા, સલાટ, સરાણીયા વગેરે વિસ્તારમાં ગયા.વાસ્તવિક પરિસ્થિતિ જોયા પછી ગીલવા સાહેબનું અનતર ખળભળી ઉઠયુ હતું. તેમણે પાછા ફરતા પુરવઠા શાખાના નાયબ મામલતદાર પારધીભાઈ અને ઝાલાભાઈને કિધેલ કે, આવા લોકોને રેશનકાર્ડ નથી મળેલ એ આપણી ભુલ છે. આપણે તેમને રેશનકાર્ડ આપવામાં જેટલો વિલંબ કરશુ તેટલા આપણે પાપના ભાગીદાર બનશુ. એ પછી ઓફિસમાં આવીને તેમણે કેવી રીતે રેશનકાર્ડ આપી શકાય તેની ચર્ચા કરી. મામલતદારશ્રીનેએ માટે વિશેષ સત્તાઓ હોય જ છે. એ પ્રમાણે ઝાલાભાઈ અને પારાધીભાઈ કોમ્પ્યુટર ઓપરેટરોને બોલાવ્યા અને રાત્રે બેસીને પણ ૮૦ જેટલા પરિવારોના રેશનકાર્ડ તૈયાર કરવામાં આવેલ. તા.૨૬-૦૮-૨૦૧૩ના દિવસે મામલતદાર કચેરીના પ્રાંગણમાં આ પરિવારોને રેશનકાર્ડ આપવામાં આવ્યા ત્યારે તેમાંથી કેટલાક તો માનીજ ના શકયા… ભાવવિભોર બની ગયેલી બહેનો ફાટેલી સાડીથી આંસુ લુછતી હતી. બહેનના હાથે તો રક્ષા બંધાવી હશે પણ ગરીબોના હૈયાથી બાંધેલી રક્ષાનો અતુટ દોરો કયા તુટે ? એવી જ એક બીજી બાબત ૨૦૧૪ માં ડીસા તાલુકામાં છેલ્લા ૫ (પાંચ) વર્ષથી (૨૦૦૯ થી) માડા ગામના અનુસુચિત જાતિના ૨૬ પરિવારોના ૧૫૨ લોકો મામલતદાર ડીસાની કચેરીનાં પ્રાંગણમાં ઝુપડા બાંધીને રહેતા હતા. પાંચ વર્ષથી વણઉકેલાયેલા પ્રશ્ન અંગે સતત મહેનત અને ફોલોપ કરી ડીસા તાલુકાના સોડાપુર ગામે રહેણાંક માટે જમીન અપાવી અને પુર્નવસન કરાવેલ. જે સમગ્ર વિસ્તાર માટે નોંધપાત્ર બાબત બની હતી. તેમજ આ લોકોના અસ્થાયી વસવાટ માટે ૧.૫૦ લાખ જેટલો લોકફાળો એકઠો કરવામાં આવેલ. ડીસા ખાતે ખુબ જ ઉમદા કામગીરી કરી બહુ જ સારી છાપ ઉભી કરેલ. આવા સંવેદનશીલ અધિકારી તરીકે ડીસા ખાતે ફરજ બજાવેલ. તેમજ વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે ચુંટણી કમિશ્નર અનિતાબેન કરવાલની ઉપસ્થિતિમાં રાજયપાલશ્રી ઓ.પી.કોહલીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત સરકાર દ્રારા મામલતદાર સંવર્ગ-૨ માંથી નાયબ કલેકટર (ગુજરાત વહીવટી સેવાવર્ગ-૧ જુનીયર સ્કેલ) માં શિવરાજભાઈને પ્રાંત અધિકારીશ્રી, રાધનપુર (પાટણ) તરીકે નિમણુંક થયેલ. ૨૦૧૭ માં રાધનપુર માં પુર કારણે તારાજી સર્જાઈ હતી ત્યારે શિવરાજભાઈ સતત ૯૦ કલાક જાગીને ૪૩ ગામના ૬૫૦૦ થી વધારે લોકોનો બચાવ કાર્ય અને એક જ અઠવાડીયા માં રાબેતા મુજબ સ્થિતિ લાવી હતી. જેવી અનેક ઉમદા અને પ્રસનીય કામગીરી કરેલ અને ત્યાંથી એમની બદલી પ્રાંત અધિકારી, પાલનપુર તરીકે ૨૦૧૯માં આવીને જિલ્લાના દરેક પ્રશ્નોમાં ઉંડાણપૂર્વકની જીણવટભરી તપાસ કરીને ન્યાયની પ્રક્રિયામાં સરકારશ્રીના નિયમોને રાબેતા મુજબ પાલન કરાવીને સમાજ અને સરકાર વચ્ચે સેતુ સમાન પુરવાર થયા છે. નાયબ કલેકટર, પાલનપુર થી જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તરીકે બદલી થઈ ત્યા પણ ખુબ જ સારી કામગીરી કરી ટુંકાગાળામાં બહોળી લોકચાહના મેળવી હતી. તેમજ તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ૨૧-ઉંઝા વિધાનસભા સીટના ચુંટણી અધિકારી તરીકે સફળતા પુર્વક ચુંટણી પ્રક્રિયા પુર્ણ કરેલ. ત્યારબાદ આજરોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્રારા માન. કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા (મંત્રીશ્રી, જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબ્તોનું કાર્યલય) ના અધિક અંગત સચિવ તરીકે શિવરાજભાઈ ગીલવા સાહેબની નિમણુંક કરવામા આવેલ.

કચ્છના ખેડુત પરિવાર માંથી શિક્ષણની સીડી દ્રારા ટોપ લેવલના અધિકારી સુધીની સફરને સો સો વંદન સહ પ્રણામ હોય જ. તેવા ઉત્તર ગુજરાત અને કચ્છના માનીતા, જાણીતા કર્મચારીઓના હદય માં સ્થાન પામીને તેમના મુજવંતા પ્રશ્નો તથા યોગ્ય સલાહ સુચનો અને માર્ગદર્શન આપીને તેવી હદયની અંદર ભાવના મઢી ને આદર્શ અને એક આગવું વહીવટ કરીને સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કચ્છ,બનાસકાંઠા અને ગાંધીનગરમાં સતત કાર્યક્ષેત્રમાં ધમધમતો અને પ્રગતિમય પ્રજાલક્ષી વિકાસ દેખાયો છે. સરકારી નોકરી સાથે આધ્યાત્મિક ભકિતનું પાસુ મજબુત બનાવીને જેમ “ગીતા”માં શ્રી કૃષ્ણે કહેલુ છે કે, કર્મ કર, ફળની આશા ના રાખ, તેવા વાકયને ફળીભુત કરનારા શ્રી એસ.ડી.ગીલવા પણ સરકારી નોકરી સાથે આધ્યાત્મિક ભકિત પાસુ પણ મજબુત કર્યુ છે. તેવા તેમના પરિવારમાં પુત્ર પ્રદિપકુમાર, પુત્રી સોનલબેન પણ પિતાના પગલે પગલે ચાલીને શિક્ષણની કેડી કંડારીને સમાજ અને પરિવારને ગૌરવ અપાવવા આગળ વધી રહ્યા છે.

યુવા વર્ગ માટે શિવરાજભાઈ ગીલવા સાહેબનો સંદેશ :-

સમાજ એ વ્યકિતઓથી બને છે એટલે વ્યકિત જેટલી સંસ્કારી, જ્ઞાની, સમજદાર અને વિનમ્રતા ધરાવતી હશે તેટલો સમાજ પણ સંસ્કારી બનશે. જેથી દરેક વ્યકિતએ પોતાની જાતનું ઘડતર કરવા માટે પોતાના ઉપર જ મહેનત કરવી પડશે. બહારની દુનિયા બદલવાનાં સપનાં દરેકને હોય પરંતુ અંદરની દુનિયાને બદલ્યા વગર એ શકય જ નથી. દરેકએ કોઈ શોર્ટકટ અપનાવ્યા વગર, સસ્તી પ્રસિધ્ધનો મોહ છોડીને પોતાના વ્યકિતત્વનાં વિકાસ માટે પોતાનાં જ્ઞાનવર્ધન, પોતાની શારીરિક ફીટનેશ, પોતાની કલા કૌશલ્યનો વિકાસ કરીને એક પરિપકવ વ્યકિત બનવા આગળ વધવું જોઈએ. દરેક યુવના પોતાની જાત ઘસીને ચમકદાર બને જેનો લાભ પોતાને, પોતાનાં પરિવાર અને ત્યારપછી સમાજને આપે છે. ટુંકમાં કહુ તો “First deserve, then desire” એટલે કે, પહેલા લાયક બનો પછી જ અપેક્ષા રાખો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને પોતાના દ્રારા થતી તમામ મદદ કરવા સદાય તત્પર રહેનાર શિવરાજભાઈ ગઢવી જેવા પ્રેમાળ અને લાગણીશીલ વ્યકિત મળ્યા છે. ‘જનસેવા એજ પ્રભુસેવા’ એ વિચારને સાર્થક કરી અનેક યુવાનો માટે શિવરાજભાઈ પ્રેરણારૂપ બન્યા છે. એમના અમુલ્ય માર્ગદર્શન થકી અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ભવ્ય સફળતા મેળવી છે. અવિરત કાર્ય કરનાર શિવરાજભાઈ ગઢવીને મા જગદંબા સોનલ તંદુસ્ત અને નિરામય જીવન આપે તેમજ વધારે પ્રગતિ કરે અને લક્ષ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના.

લેખ બાય – વેજાંધ એમ. ગઢવી (મોટા ભાડિયા તા.માંડવી-કચ્છ)

http://www.charanisahity.in/

Mo. 9913051642
[03/01, 12:57 pm] રાષ્ટ્ર હિત સર્વોપારી: સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિને સાર્થક કરતું વ્યક્તિત્વ ગઢવી સમાજનું ગૌરવ શીવરાજભાઈ ગેલવા

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW