મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીન્સ પેન્ટની દુકાનના માલિક તેના ઓપ્પો કંપનીના મોબાઈલમાં જોઈ રહ્યા હતા તે દરમિયાન મોબાઇલમાંથી અચાનક ધુમાડા નીકળતા તેમણે મોબાઈલ ફેંકી દીધા બાદ મોબાઈલ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીન્સ પોઈન્ટ નામની દુકાનના માલિક કરણભાઈ રાજપૂત આજે પોતાની દુકાનમાં દસેક મિનિટથી તેના ઓપ્પો કંપનીના મોબાઈલમાં વીડિયો જોતા હતા ત્યારે અચાનક મોબાઈલમાંથી ધુમાડા નીકળતા તેઓએ મોબાઈલ દૂર ફેંકી દીધો હતો અને મોબાઈલને ફેંકતા જ મોબાઈલ ફાટ્યો હતો જોકે સદનસીબે કંઈ જાનહાની થઈ ન હતી અને આ બનાવના લીધે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.