
મોરબીમાં સર્કીટ હાઉસ પાછળ તીનપત્તીનો જુગાર રમતી ૬ મહીલાઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ગઈકાલે મોરબીનાં સામાકાંઠે સર્કિટહાઉસ પાછળ આશાપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી અમરબેન હરિભાઈ બાલાસરા, હંસાબા દાનુભા ઝાલા, ધર્મિષ્ઠાબા દિલીપસિંહ ઝાલા, અંકિતાબેન કિશનભાઈ શર્મા, ઉમાબા કિરીટસિંહ ઝાલા અને પ્રફૂલાબા પ્રદ્યુમનસિહ ચુડાસમાને રોકડ રકમ રૂ.૨૬૩૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
