સરતાનપર નજીક મિનરલ્સ ની ફેકટરીમાં શ્રામિકએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
સરતાનપર નજીક આવેલ એક મિનરલ્સ ની ફેકટરીમાં કામ કરતા ૩૫ વર્ષીય શ્રમિકએ લેબર ક્વાર્ટર માં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ફેવરિટ મિનરલ્સ નામના કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા લક્ષમણ સુમુ ઉ.35 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.