Monday, March 9, 2026

સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિકસતી જાતિ કલ્યાણ ખાતું (ગુ.રા) ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) રફાળેશ્વર મોરબીમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ચાલુ છે.

આ છાત્રાલયમાં ધો.૧૧-૧૨, કોલેજ ક્ક્ષાના, એન્જીનિયરીંગ (ડિગ્રી-ડીપ્લોમાના) તેમજ ઉચ્ચ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગોના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. સરકારએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૦૮/૨૦૨૧ કરવામાં આવેલ હોય, વિદ્યાર્થીઓને છાત્રાલય સુવિધાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે તા.૩૧/૦૮/૨૦૨૧ સુધીમાં esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) આર.આર.શાહની યાદીમાં જણાવાયું છે. 

Related Articles

Total Website visit

1,595,205

TRENDING NOW