કેમ્પમાં 197 દિવ્યાંગ બાળકોનું એસએસમેન્ટ કરાયું
મોરબી: સૌ ભણે, સૌ આગળ વધે અમને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપો એવા સૂત્રો સાથે કાર્યરત સમગ્ર શિક્ષા અભિયાન મોરબી દ્વારા બાળકો માટે અનેકવિધ પ્રવૃતિઓ,કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, એવી જ રીતે ઓર્થોપેડિક હેંડીકેમ્પ, મનો દિવ્યાંગ, સાંભળવાની ક્ષતિ, દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન અર્પણ કરવા માટે મેજરમેન્ટ, એસેસમેન્ટ કેમ્પનું બી.આર.સી. ભવન મોરબી ખાતે મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે કેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં મોરબી તાલુકાના જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા 97, માળીયા તાલુકાના 21 અને ટંકારા તાલુકાના 80 એમ કુલ 197 બાળકોનું એલિમિકો કમ્પનીના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ઍસએસમેન્ટ કરાયું હતું જે પૈકી મેન્ટલી ચેલેન્જ 130,ઓર્થોપેડિક હેન્ડીકેમ્પ,19, હિયરિંગ ઈંપેરિમેન્ટ અને 6 વિઝ્યુલી ઈંપેરિમેન્ટ ધરાવતા બાળકોનું નિદાન કરવામાં આવ્યું જરૂરિયાત મુજબના સાધનો બળકોના મેજરમેન્ટ મુજબ હવે પછી આપવામાં આવશે. હાજર રહેનાર તમામ બાળકોને નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો અને બાળકો અને વાલીઓના આવવા જવાનું ભાડું બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કેમ્પનું આયોજન બી.એમ.સોલંકી જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર મોરબીના માર્ગદર્શન હેઠળ તેમજ મુકેશભાઈ ડાભી આઈ.ઈ.ડી.કો.ઓર્ડીનેટર અને ચિરાગભાઈ આદ્રોજા બી.આર.સી.કો.ઓ. મોરબીએ આયોજન કર્યું હતું,કેમ્પને સફળ બનાવવા શિલ્પાબેન ભટાસણા, અમિતભાઈ શુક્લ, બળવંતભાઈ જોષી, રતિલાલ મહેરિયા,પન્નાબેન રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, ભાનુભાઈ પંડ્યા,દિનેશભાઈ સંભાણી વગેરે આઈ.ઈ.ડી. બી.આર.પી.ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.