સજનપર ગામે થી વિદેશીદારૂની બોટલો સાથે એક ઝડપાયો.
ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસેથી ઇંગ્લિશ દારૂની બે બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે. ત્યારે તેના વિરૂદ્ધ પ્રોહિબીશન અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસેથી આરોપી નાનાભાઈ પાવતભાઈ માવી (ઉ.વ.૩૧) રહે. હાલ સજનપર ગામની સીમમાં સહદેવસિંહ જાડેજાની વાડીમાં મુળ રહે પાવ વેડફળીયુ જી. દાહોદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





