Thursday, June 25, 2026

.શ્રીરામના ભવ્ય મંદિરના પુનઃપ્રાણપ્રતિષ્ઠા માટે દેવભુમિ દ્વારકા જિલ્લાના દરેક પરિવારને આમંત્રણ આપવા માટે આવેલા અક્ષતનું બેટ-દ્વારકા માં ભવ્ય શોભાયાત્રા રામધુનથી સ્વાગત

Advertisement
Advertisement
Advertisement

|| શ્રી રામ ||

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પુનઃપ્રાણપ્રતિષ્ઠા માટે દેવભુમિ દ્વારકા જિલ્લાના દરેક પરિવારને આમંત્રણ આપવા માટે આવેલા અક્ષતનું બેટ-દ્વારકા માં ભવ્ય શોભાયાત્રા, રામધુનથી સ્વાગત. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાલ સ્વરૂપની પુનઃપ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તે નિમિતે શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર સમિતિ દ્વારા ભારત અને વિશ્વભ૨માં આમંત્રણ આપવામાં આવેલ છે. તે અનુસાર દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ અયોધ્યાથી આવેલા આમંત્રણ સ્વરૂપમાં અક્ષત દરેક ઘરે પહોચાડવાના અભિયાનની શરૂઆત બેટ-દ્વારકાથી થયેલ છે. દરેક પરિવારને અક્ષત આપીને આ આનંદોત્સવ માં સહભાગી થવા આમંત્રિત કરાશે.૨૨ જાન્યુઆરીએ દરેક પરિવાર પોતાના ઘરે ઓછામાં ઓછા પાંચ દિપક પ્રજવલિત કરે, આંગણે રંગોળી કરે અને દરેક મંદિરમાં રામધૂન થઈને સંપૂર્ણ ભારત રામમય બને તે હેતુથી ગ્રામજનો સહભાગી થાય અને દરેક જ્ઞાતિના આગેવાનો અને લોકો આ સામૈયામાં જોડાય જેથી સમરસ મારુ ગામ અયોધ્યા ભગવાન શ્રી રામનો સમરસતાનો સંદેશ સાર્થક સ્વરૂપે સાકાર થયેલ.

Related Articles

Total Website visit

1,609,358

TRENDING NOW