Tuesday, August 11, 2026

શ્રી હજનાળી પ્રા.શાળાના તમામ 150 બાળકોને બાળપ્રેમી ભામાશાએ ગરમ સ્વેટરની ભેટ આપી

Advertisement
Advertisement
Advertisement

શ્રી હજનાળી પ્રા.શાળાના તમામ 150 બાળકોને બાળપ્રેમી ભામાશાએ ગરમ સ્વેટરની ભેટ આપી
આજ રોજ તારીખ 27/12/2023 ને બુધવારના હજનાળી ગામના યુવા અગ્રણી નયનભાઈ રવજીભાઈ ગામી દ્વારા શિયાળાની ઠંડીથી રક્ષણ મળે એ માટે હજનાળી પ્રા.શાળાના તમામ બાળકોને ગરમ સ્વેટરની ભેટ આપવામાં આવી. કહેવાયું છે ને કે દાતારી અને ખુમારી એ ખરીદી નથી શકાતી, એ તો લોહીમાં હોય તોજ જોવા મળે. એવા જ હજનાળી ગામના જ અગ્રણી રવજીભાઈ ગામીના પુત્ર નયનભાઈ ગામીએ શ્રી હજનાળી પ્રા શાળાના તમામ 150 બાળકોને હાલ ઠંડીની ઋતુ અનુસાર ઉત્તમ કક્ષાનાં ગરમ સ્વેટર ભેટ આપી પોતાના આ ઉમદા કાર્ય થકી તમામ જન માટે પ્રેરણાદાયી સંદેશ પુરો પાડયો છે .આ તકે શ્રી હજનાળી શાળા પરિવાર નયનભાઈ રવજીભાઈ ગામી અને એમના પરીવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW