Sunday, June 21, 2026

શ્રી તક્ષશિલા વિદ્યાલય-મહેન્દ્રનગર ના પટાંગણ માં 75 માં પ્રજાસતાક પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ નુ આયોજન

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ શ્રી તક્ષશિલા વિદ્યાલય-મહેન્દ્રનગર ના પટાંગણ માં 75 માં પ્રજાસતાક પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળાના વિદ્યાર્થી દ્રારા સામાજીક, રાષ્ટ્રભક્તિ,અને ધાર્મિકતા સાથેના પ્રોગ્રામો રજૂ કર્યા હતા. વિશેષ માં બાળકો દ્રારા આબેહુબ રામાયણ પાત્રો ભજવીને સંપુર્ણ રામાયણ રજુ કરવામાં આવી હતી અને વાતાવરણ રામમય બની ગયુ હતુ. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન કૃતિ બાળકો દ્રારા રજુ થઇ હતી જેને ભારે ઉતેજના જગાવી હતી અને સ્વચ્છ ભારત અભ્યાન નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યકર્મ ને અંતે રમત-ગમત ક્ષેત્રે અનેરી સિધ્ધી હાંસલ કરવા બદલ વિધાર્થીઓને શિલ્ડ દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ના અતિથી અશ્વિનભાઇ દેત્રોજા, હરજીવનભાઇ વરમોરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય શૈલેષભાઇ કુંડારીયા, સંચાલક દિનેશભાઇ ગોસાઇ અને શાળા ના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી ને કાર્યક્રમ પુરા હર્ષોઉલ્લાસ સાથે ઉજવ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,906

TRENDING NOW