Tuesday, March 10, 2026

શહેરના મધ્યમાં આવેલ નગરદરવાજા નજીકથી બાઈકની ઉઠાંતરી. ફરિયાદ નોંધાઈ.

Advertisement
Advertisement
Advertisement

શહેરના મધ્યમાં આવેલ નગરદરવાજા નજીકથી બાઈકની ઉઠાંતરી. ફરિયાદ નોંધાઈ.

મોરબી શહેરના મધ્યમાં આવેલ નગર દરવાજા નજીક જાહેર પાર્કિગમાં પાર્ક કરેલ બાઈક અમુક ઈસમો ઉઠાવી ગયા હોઈ જે બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપુર ગામે અજંતા એપાર્ટમેન્ટ સી/૬૦૧ માં રહેતા પપ્પુભાઈ કૈલાશભાઈ શાહુ (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ ચંપલની લારીઓ પાસે આવેલ જાહેર પાર્કિંગમાથી ફરીયાદીની માલીકીનુ ટીવીએસ કંપનીનું રેડીઓન મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AE-3640 વાળુ સને ૨૦૨૨ ના મોડલનુ કિં રૂ.૬૦,૦૦૦ વાળું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે પપ્પુભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW