પોલીસ અધિક્ષક, મોરબી જીલ્લા મોરબીનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ આમ જનતા દ્વારા આવતી વ્યાજ વટાવની અરજી બાબતે તપાસ કરી વ્યાજખોરોના ત્રાસમાંથી આમ જનતા મુકત થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ખાસ સુચના થઇ આવેલ હોય, જે બાબતે અરજદાર ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયા (ધંધો ફર્નીચર શો રૂમ રહે. હાલ પીપળી ગામની સામે ગોકુલ ધામ સો.સા. ગોકુળ એપાર્ટમેન્ટ ઇ-૫૦૨ મુળ ગામ વંથલી તા.વંથલી સોરઠ જી.જુનાગઢ તા,જી- મોરબી)વાળા પોતે વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાયેલ હોય જેથી પોલીસ સ્ટેશન રૂબરૂ આવી પોતાની ફરીયાદ નોંધાવી હતી.
કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા (રહે. મોટા દહિંસરા) ગજેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ ભટ્ટ (રહે.વાવડી રોડ) ટીંન્કુભાઇ સીધી લુવાણા (રહે.યુમના નગર), ભગીરથસિંહ જે. જાડેજા (રહે.મોરબી), રણછોડભાઇ જીવનભાઇ (લાલભાઇ) (રહે.બરવાળા) વિરપાલસિંહ નથુભા ઝાલા (રહે,પંચાસર), યશભાઇ ખીરૈયા (રહે.યમુનાનગર), મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (રહે.મોરબી), સુખદેવસિંહ જાડેજા (રહે.સામાકાંઠે વિદ્યુતનગર), નીરૂભા ઝાલા (રહે.શનાળા) પ્રશાંતભાઇ રમેશભાઇ કણસાગરા (રહે.રાજકોટ)એ રીતેના કુલ ૧૧ આરોપી વિરુધ્ધ ઉપરોકત વિગતે એફ.આઇ.આર નોંધવામાં આવેલ હતી.
જે ગુન્હાના કામે આરોપી ટીકુભાઇ મનોજભાઇ જેસીંગાણી (રહે. યમુનાનગર,નવલખી રોડ,તા,જી- મોરબી)વાળાને તા ૧૭/૮/૨૦૨૧ કલાક ૨૨/૩૦ વાગ્યે અટક કરી નામદાર કોર્ટમાં દિન-૦૫ ના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલ આરોપીના દિન-૦૩ ના રીમાન્ડ મંજુર કરેલ. બાદ રીમાન્ડ સમય પુર્ણ થતા નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે જેલ વોરંટ ભરી આપતા જેલમાં મોકલવામાં આવેલ છે. સદરહું ગુન્હાના અન્ય આરોપીને પકડવાની તપાસ તજવીજ ચાલુ છે.