રાજ્ય વ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો મોરબી જિલ્લામાં મોરબી તાલુકા બગથળા ગામેથી શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈએ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવી જણાવ્યું હતું કે લોકોને વ્યક્તિગત લાભો ઘર આંગણા સુધી મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુના કાર્યક્રમો કરવામાં આવે છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકારના ૧૨ વિભાગો દ્વારા ૫૬ જેટલી સેવાઓને લાભ તાલુકા મથકે ગયા વગર ઘર આંગણે મળી રહ્યો છે ત્યારે મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
આ સેવાસેતુના કાર્યક્રમમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીના હસ્તે સ્થળ પરજ આધાર કાર્ડ, આવકના દાખલા, E-sharm કાર્ડના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.