Tuesday, March 10, 2026

વોલીબોલ રમતની એકેડમીમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક

Advertisement
Advertisement
Advertisement

અસાધારણ ઊંચાઇ ધરાવતા યુવક-યુવતીઓ માટે હાઇટ હન્ટનું આયોજન

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લીંબડી અને હિંમતનગર ખાતે વોલીબોલ રમતની ભાઈઓ/બહેનો માટે સ્વામી વિવેકાનંદ સી.ઓ.આઇ. નિવાસી એકેડમી શરૂ કરવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં અસાધારણ ઊંચાઇ ધરાવતા ભાઈઓ/બહેનોને વોલીબોલ રમતની એકેડમીમાં સમાવવા માટે હાઇટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં (૧) ૧૩ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm અને બહેનોની ૧૬૬+cm (૨) ૧૪ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૯+cm અને બહેનોની ૧૭૧+cm (૩) ૧૫વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૪+cm અને બહેનોની ૧૭૩+cm (૪) ૧૬ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૭+cm અને બહેનો ૧૭૫+cm નિર્ધારીત કરવામાં આવેલ છે. આ ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હાજર રહેવા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે 8780797779 તેમજ 9978570001 સંપર્ક કરી શકાશે.

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW