વૈદેહી ફાર્મ નજીક થી ચોરાઉ મોટરસાઇકલ સાથે એક ઝડપાયો.
મોરબી ના રવાપર રોડ પર આવેલ વૈદેહી ફાર્મ નજીક થી એક શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીમાંથી ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ રવાપર રોડ વૈદેહી ફાર્મ નજીક પસાર થવાનો છે. આ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રવાપર રોડ વેદહીં ફાર્મ નજીક વોચ ગોઠવીને ત્યાથી ચોરાઉ બાઇક પર પસાર થયેલા આરોપી સંજયભાઈ કાળુંભાઈ વિકાણી ઉ.વ. ૧૯ને ચોરાઉ સ્પ્લેન્ડર પ્લસ કી.રૂ.૨૦,૦૦૦/- સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





