વેજીટેબલ રોડ પર થી વિદેશી દારૂની નાની મોટી ૮૦ બોટલ સાથે એક ઝડપાયો.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ પંચમુખી હનુમાન ના મંદિર નજીક થી એક શખ્સને વિદેશી દારૂની નાની અને મોટી ૮૦ જેટલી બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહીબિશન અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર પંચમુખી હનુમાન મંદિર નજીકથી આરોપી જુસબભાઈ હબીબભાઈ જામ નામના શખ્સને વિદેશી દારૂની નાની અને મોટી 80 બોટલ કિંમત રૂપિયા 26,220 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.





