Monday, May 12, 2025

વિશ્વઉમિયાધામ ખાતે શનિવારે ધો.10-12ના વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરાયું છે. તા. 11/06/22ને શનિવારના રોજ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે બપોરે 3.30થી 6.30 કલાક સુધી કારકિર્દી માર્ગદર્શનના સેમિનારનું આયોજન કરાયું છે.

ધોરણ 10 અને 12 ઉતીર્ણ કરી આગળનો અભ્યાસ કઈ સ્ટ્રીમમાં લેવો જોઈએ અને ક્યાં વિષયમાં વિદ્યાર્થીઓ નિપૂણ છે તે અંગે આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં રાજ્યના ખ્યાતનામ 10 જેટલાં એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

એક્સપર્ટ લિસ્ટ
1.GPSC અને UPSC (સ્પર્ધાત્મક પરિક્ષાઓ) – ડૉ. દેવાંગભાઈ દવે
2.ધોરણ-૧ર સાયન્સ પછી શું ? (મેડિકલ તથા અન્ય A/B ગ્રુપ)- ડૉ. ઉમેશભાઈ ગુર્જર
3 નર્સિંગ અને પેરા મેડિકલ- શ્રી પંકિતભાઈ પટેલ
4.ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ પછી શું ?- ડૉ. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય
5.ધોરણ-૧ર પછી CA/ CS અને પ્રોફેશનલ કોર્ષ- CA શ્રી સાજનભાઈ પટેલ

  1. વિદેશ અભ્યાસ અને માર્ગદર્શન- શ્રી હિરેનભાઈ સાકરીયા
  2. બેન્કિંગ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ- શ્રી હિમાંશુભાઈ ઠક્કર
  3. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન- ડૉ. વસંતભાઈ એ. ધોળુ
  4. જર્નાલીઝમ અંગે માર્ગદર્શન – શ્રી ધવલ માકડીયા
    તા.11/06/22 શનિવાર
    સમયઃ 3.30 કલાકે
    સ્થળ: વિશ્વઉમિયાધામ મંદિર, જાસપુર-અમદાવાદ

Related Articles

Total Website visit

1,503,245

TRENDING NOW