Monday, May 5, 2025

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબીના જીઆઈડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટર ખાતે ડો. કેશા અગ્રવાલ દ્વારા ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં આગામી તા. 8 માર્ચને મંગળવારના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સવારે 9 થી 12 કલાકે સ્વામી નારાયણ સંસ્કાર ધામ ઇમેજીંગ સેન્ટર, બીજા માળ, ફિઝીયોથેરાપી સેન્ટર ખાતે યોજાનાર ફ્રી કેમ્પમાં પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો, કમર, ઘૂંટણ, ડોક તથા અન્ય સાંધાના દુખાવા, મેનોપોઝ પછીની તફલીકો, ખાલી ચડવાની સારવાર, ગર્ભાશયમાં ઓપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો, યુરીન લીકેજ તકલીફની કસરતો, હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફોવાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે. આ કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે મો. 8160282456, 9898645670 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,771

TRENDING NOW