વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિધાર્થી સંચાલકો પાસે શિક્ષણ સાથે ભ્રષ્ટાચાર , કબ્જા અને ભૂમાફિયાગીરી નુ જ્ઞાન પણ મેળવશે
(લંકેશ)
મોરબી જિલ્લાના સજ્જનપર પાસે આવેલી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખેડૂતની ખાનગી જમીન અને સરકારી ખરાબા માં ગેરકાયદેસર દબાણ કરી પાક્કા બાંધકામના ડુમ બનાવી દબાણ કર્યું હતું અને આ દબાણ માં વિધાર્થી પાસે તગડી ફ્રી વસૂલી કાળી કમાણી કરાઈ રહી હોવાની ફરિયાદ થઈ હતી અને આ આખો મામલો જે તે વખતે જગજાહેર થયો હતો
અદેપર ના ખેડૂતની ખાનગી જમીન સર્વે નં ૨૯૯ માં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ના માલિકોએ પાયા નાખી પાક્કું બાંધકામ કરી દીધું હતું સાથે બાજુમાં આવેલા કરોડ ના કિંમતી સરકારી ખરાબા સર્વે નં ૮૦૧ માં પાક્કા ડુમ બનાવી ગેરકાયદેસર કબજો કરી આર્થિક કમાણી કરી રહ્યા છે તે બાબત ની પુરાવા અને માપણીશીટ સાથે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરી હતી
લેન્ડગ્રેબિંગ હેઠળ ની ફરિયાદ અનુસંધાને સર્કલ અને મામલતદાર દ્વારા તપાસ નો અહેવાલ લેન્ડ ગ્રેબિંગ કમિટી ને મોકલી દીધો પણ નવાઈ ની વાત તો એ છે આ ફરિયાદ માં બહુ મોટો વહીવટ થતા કલેક્ટર દ્વારા એવો નિર્યણ લેવાયો કે લેન્ડ ગ્રેબિંગ સાબિત નો માનવામાં આવે છે પણ સ્કુલ હોવાથી દબાણ વેકેશન માં દૂર કરશે
હવે જ્યારે કોઈ ક્રિમીનલ ગુનાહિત કાર્ય કરે ત્યારે મોરબી કલેક્ટર નો આ નિર્ણય કામ આવી શકે તેમ છે કેમ કે મેં ગુનો તો કર્યો છે પણ હાલ કાર્યવાહી નહીં કરવાની કેમ કે હાલ મારો ધંધો રોજગાર ચાલુ છે , જો કલેક્ટર જેવા અધિકારી સરકાર ની બનાવેલી ગાઇડલાઇન ને તોળી મરોડી નિર્યણ કરે તો આમ લોકો કોની પાસે જશે
મોરબીમાં આ મામલો ટોક ઓફ ટાઉન બનતા એક પૂર્વ મંત્રીના પાર્ટનર દ્વારા આ આખું પ્રકરણ દબાવી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નો ભાગ સાંભળી લીધો હોવાથી આ લેન્ડ ગ્રેબિંગ નો હુકમ પણ રફેદફે થઈ ગયો અને આ કરોડો ની કીમતી સરકારી ખરાબા ની જમીન પાણીના ભાવે કાયમી કરી દેવા મોટા ખેલ ચાલી રહ્યા હોવાની ચર્ચા સરકારી કચેરીમાં ચાલી રહી છે
જિલ્લા શિક્ષણ અધિકારી હજી બોગસ સ્કુલ અંગે અને બનાવટી માર્કશીટ અંગે પ્રેસ કરી રહ્યાં છે ત્યાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ના દબાણ નો મામલો પણ ચર્ચા નુ માધ્યમ બન્યો છે જો સરકારી ખરાબા મા ગેરકાયદે દબાણ કરી બનાવેલા સ્વિમિંગપુલ માં કોઈ બાળક સાથે અઘટિત ઘટના ઘટશે તો જવાબદાર કોણ કલેક્ટર, સંચાલકો, કે પછી વાલીઓ એ સૌથી મોટો પ્રશ્ન છે
જો વિદ્યા અને સંસ્કાર ની પાઠશાળા સાથે સંકળાયેલ અને સમાજના ઉચ્ચ માન મેળવવા શિક્ષકો અને સંચાલકો જ જો ભૂમાફિયા અને કબ્જા જેવી પ્રવૃતિ સાથે જોડાતા શિક્ષણ જગત ને દાગ લાગે તેવી ઘટના બની છે આ બાબતે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સુધી રજૂવાત થઈ હોવાની માહિતી મળી રહી છે





